કીરના કપૂરે દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલન વિશે શું કહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
અભિનેત્રી કરીના કપૂરે ગુરુવારે પરીક્ષા વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના પ્રદર્શન મામલે ચિંતા વ્યક્ત કરી.
તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતાં કહ્યું કે, "કેટલાક દિવસથી વિદ્યાર્થીઓનો અવાજ સાંભળ્યા બાદ હવે ચુપ રહેવું મુશ્કેલ છે અને તેમની વાતોને અવગણી ન શકાય."
કરીનાએ લખ્યું કે, "શિક્ષણ બાળકોને આત્મવિશ્વાસ, આશા અને બહેતર ભવિષ્યનો ભરોસો આપે છે. પરંતુ જો બાળકોને લાગવા લાગે કે પ્રામાણિકતા, મહેનત અને યોગ્યતાની કોઈ કદર નથી તો તેમનો શિક્ષણ વ્યવસ્થા પરથી ભરોસો ઊઠવા લાગશે."
કરીના કપૂરે કહ્યું કે દરેક બાળકને એવી વ્યવસ્થા મળવી જોઈએ, જેની પર તે ભરોસો કરી શકે, જ્યાં મહેનતનું સન્માન થાય, યોગ્યતાને વાજબી સ્થાન મળે અને બધાને સમાનતાનો અવસર મળે.
કરીના કપૂરે પોતાની પોસ્ટમાં કહ્યું કે, "જ્યારે સમગ્ર પેઢી તેના ભવિષ્યને લઈને અવાજ ઉઠાવી રહી હોય તો તેમના વાત સાંભળવી એ શિષ્ટાચાર નથી પરંતુ આપણી જવાબદારી છે."
તેમણે કહ્યું કે આજે આપણે જેવી પ્રતિક્રિયા આપીશું, તેનાથી બાળકોનો નિષ્પક્ષતા અને ભરોસા પર વિશ્વાસ નક્કી થશે.






















