વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું છે કે દેશના યુવાનોનું હિત અને
તેમનું ભવિષ્ય તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીકના દોષિતોને સજા આપવા માટે
સરકારે ફાસ્ટ ટ્રૅક કોર્ટ સ્થાપિત કરવાનો નિર્ણય લઈ ચૂકી છે.
પીએમ મોદીએ કહ્યું, “આ સંબંધમાં નિર્દેશ આપવામાં આવ્યા છે કે સંબંધિત
વિભાગ આવશ્યક કાર્યવાહી સુનિશ્ચિત કરે. વિદ્યાર્થીઓનું હિતને સુરક્ષિત કરવા માટે
સરકાર તરફથી લેવાઈ રહેલા નિર્ણયોની કડીમાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. યુવાનોના
ભવિષ્ય સાથે ખિલવાડ કરનારી કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.”
પીએમ મોદીનું આ
નિવેદન પેપર લીક સહિત વિભિન્ન પરીક્ષામાં અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓ અને
સામાજિક કાર્યકર્તાઓનાં ચાલી રહેલાં પ્રદર્શન વચ્ચે આવ્યું છે.
પીએમ મોદીએ ગુરુવારે
મોડી રાત્રે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક
કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ મામલે સંબંધિત વિભાગોને ડ્રાફ્ટ તૈયાર
કરવાનું કહી દેવાયું છે. સોમવારે સંસદનું સત્ર બીજી વખત શરૂ થશે ત્યારે આ બિલને
પાસ કરાવવાની કોશિશ કરવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું,
“પેપર લીક એ સામાન્ય
વિષય નથી. લાખો વિદ્યાર્થીઓ અ તેમનાં માતા-પિતા માટે પીડાદાયક છે. તેથી આ ઘટના બાદ
સરકારે ઘણાં પગલાં ઉઠાવ્યાં છે. ગુનેગારોને પકડ્યા છે અને તેઓ આજે જેલમાં છે.”
પીએમ મોદીએ એમ પણ
કહ્યું કે પેપર લીક બાદ વિદ્યાર્થીઓનું વરસ ન બગડે તેનુ પણ સરકારે ધ્યાન રાખ્યું.
બીજી તરફ નરેન્દ્ર
મોદીના આ વીડિયોને રિપોસ્ટ કરીને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તેમના પર
વિદ્યાર્થીઓનું અપમાન ગણાવ્યું.
રાહુલ ગાંધીએ ઍક્સ
પર લખ્યું, “શ્રી મોદીજી, અમારા વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા
છે. અડધી રાત્રે પોસ્ટ કરેલા આ બેકાર વીડિયો મારફતે તેમની સમજદારીનું અપમાન ન કરો.” તેમણે ત્રણ માગ પણ રાખી.
1. ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી ખસેડો.
2. વિદ્યાર્થીઓને મારનારાને સજા આપો.
કૉક્રોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની તેમની માગો યથાવત્ છે.
સૌરવ દાસે કહ્યું છે, “કોઈ ન્યૂટ્રલ જગ્યા પર અમારી વાતચીતની માગ સરકારે માની લીધી છે. અમને ખુશી છે. વાતચીત માટે કૉન્સ્ટીટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયા સ્થળને પસંદ કરવામાં આવ્યું છે. અમને ખુશી છે કે સરકાર મોટા મન સાથે અમારી સામે આવી છે અને તે રસ્તા પર ઉતરેલા લોકોની વાત સાંભળવા તૈયાર છે.”