સુરત : ખાડી પૂરથી એવું પાણી ભરાયું સેંકડો બાઇક અને કાર પાણીમાં ડૂબ્યાં
સુરત : ખાડી પૂરથી એવું પાણી ભરાયું સેંકડો બાઇક અને કાર પાણીમાં ડૂબ્યાં
પ્રકાશિત
પાણીમાં ગરકાવ સેંકડો વાહનો... જેમાં બાઇક અને કારનો પણ સમાવેશ થાય છે. આ દૃશ્યો છે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કમરૂનગરનાં. સુરતમાં વરસાદ બાદ ખાડીઓ ઓવરફ્લૉ થવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
લિંબાયતની મીઠી ખાડી વિસ્તારમાં આવેલા કમરૂનગર EWS આવાસની ઇમારતો નીચે પાણી ભરાતાં લોકો પોતાના ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે.
કમરૂનગર આવાસ પાછળ આવેલા એક ગોડાઉનનાં દૃશ્યો સામે આવ્યાં છે, જેમાં પાણી ભરાવાંના કારણે કેટલીય ફોર-વ્હીલર અને ટૂ-વ્હીલર ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ ગોડાઉનમાં મૂકેલી ગાડીઓ ભંગાર છે કે શું, તે અંગે હજી ચોક્કસ જાણી શકાયું નથી. સુરત મહાનગર પાલિકાની ટીમ તરફથી સતત મશીનોથી પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



