નવસારીમાં એટલો વરસાદ પડ્યો આ કે રેલવે-ટ્રૅક ધોવાયો

વીડિયો કૅપ્શન, નવસારીમાં એટલો વરસાદ પડ્યો કે રેલવે-ટ્રૅક ધોવાયો
નવસારીમાં એટલો વરસાદ પડ્યો આ કે રેલવે-ટ્રૅક ધોવાયો
પ્રકાશિત

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઠેર-ઠેર ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. નવસારી, વલસાડ, અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે અને અનેક સ્થળોએ પાણી ભરાયાં છે.

નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના રાનકુવા નજીક બીલીમોરા-વઘઈ વચ્ચે દોડતી હેરિટેજ નેરોગેજ ટ્રેનનો રેલવે ટ્રૅક ધોવાઈ ગયો છે.

ટ્રૅકને નુકસાન પહોંચતા હેરિટેજ ટ્રેનની સેવા બંધ કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા ટ્રેકના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે, પરંતુ સેવા ફરી શરૂ થવામાં સમય લાગી શકે છે.

gujarat rain, monsoon, navsari, railway, બીબીસી ગુજરાતી, ગુજરાત વરસાદ, ચોમાસુ, નવસારી, વલસાડ