You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યા બાદ શું કહ્યું?
મોદી સરકારમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ ખબરની પુષ્ટિ કરી છે. કૉક્રોચ જનતા પાર્ટીએ તેનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે 'અમે કરી દેખાડ્યું.'
ધર્મેન્દ્ર પ્રધાને આ મામલે તેમણે એક પત્ર તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે હું યુવાનોની ભાવનાઓનું સન્માન કરું છું.
તેમણે લખ્યું, "હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, ભાવનાઓ અને તેમની ન્યાયોચિત અપેક્ષાઓનું સન્માન કરું છું. ભારતની યુવાન પેઢીનાં સપનાંને સાકર કરવા એ અમારો રાજનીતિક અને સામાજિક જીવનનો સંકલ્પ રહ્યો છે. આદરણીય વડા પ્રધાન જીના દૂરદર્શી નેતૃત્વમાં રાષ્ટ્રની સેવા કરવાની તક જે મને મળી તે માટે હું તેમનો આભાર પ્રગટ કરું છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન