You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવસારીઃ હેલિકૉપ્ટરથી પૂરનાં પાણી વચ્ચે ફસાયેલા શ્રમિકોનું રૅસ્ક્યૂ
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
નવસારી જિલ્લામાં બિલિમોરા નજીક ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામમાં આવેલા ઝીંગા તળાવમાં કામ કરતા 28થી વધુ મજૂરો પૂરના પાણી વચ્ચે ફસાઈ ગયા હતા.
મદદ માટે તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને બચાવની અપીલ કરી હતી.
છેલ્લા 24 કલાકથી તેઓ એક છાપરા પર આશરો લઈને બચાવની રાહ જોઈ રહ્યા હતા.
બચાવ દળોએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ હેલિકોપ્ટરની મદદથી ઍરલિફ્ટ ઑપરેશન હાથ ધર્યું.