યુક્રેનમાં યુદ્ધ વચ્ચે આ મહિલાઓ ફૅશન પર આટલું ધ્યાન કેમ આપે છે?

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે આ મહિલાઓ ફૅશન પર આટલું ધ્યાન કેમ આપે છે?
પ્રકાશિત

ઘણી મહિલાઓ માટે સજવું-ધજવું અને ફૅશન માત્ર શોખ નહીં રહ્યો. યુદ્ધ વચ્ચે શાંતિ મેળવવાનો અને એ દર્શાવવાનો એક માર્ગ છે કે તેમની જિંદગી અટકી નથી.

યુક્રેન પર રશિયાના હુમલા સતત જારી છે, પરંતુ આ હિંમત અને જુસ્સાની તસવીર છે. યુક્રેનના લોકોને દરરોજ આ જંગમાં ચૂકવેલી કિંમત યાદ કરાવાય છે. ઇરીના માટે સારી રીતે તૈયાર થવું એ રશિયાને જવાબ આપવાનો અને એ બતાવવાનું માધ્યમ છે કે જીવન થંભી નથી જતું.

તેમના માટે કપડાં માત્ર ફૅશન પૂરતાં સીમિત નથી.

ઇરીનાએ પુતિનની મિસાઇલો અને ડ્રૉન હુમલાઓનો સામનો કરવાનો પોતાનો અલગ રીત શોધી લીધી છે.

તેઓ કહે છે કે હું રશિયાને આ સંદેશ આપવા ઇચ્છું છું કે તે અમારી ઇમારતો બરબાદ કરી શકે છે, અમારા પરિવારને અમારાથી અલગ કરી શકે છે, પરંતુ તો પણ અમે આગળ વધતા રહીશું.

જુઓ કિએવથી બીબીસી સંવાદદાતા ઇઝાબેલ જૂલનો આ અહેવાલ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન