ફ્રાન્સ અને સ્પેનમાં આગ : ત્રણ લાખથી વધુ લોકોએ છોડ્યું ઘર, જુઓ 10 તસવીરો

ફ્રાન્સ, સ્પેન, જંગલોની આગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના એરેઝમાં જંગલોમાં લાગેલી આગ ઓલવવા માટે કામે લાગેલા ફાયર વિભાગના કર્મચારીની તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં લાગેલી જંગલની આગને કાબુમાં લેવા માટે અગ્નિશામક દળો સતત પ્રયત્ન કરી રહ્યાં છે.

બીજી તરફ સ્પેનમાં પણ આગના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. બંને દેશોની સેના અને ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

દક્ષિણપશ્ચિમ ફ્રાન્સમાં જંગલમાં લાગેલી ભીષણ આગ કાબુ બહાર જઈ રહી છે.

આગના ઝડપથી ફેલાવાને કારણે અધિકારીઓને મોટા પાયે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

રવિવારે રાત્રે જ એક વિસ્તારમાંથી લગભગ 55,000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં, સમગ્ર પ્રદેશમાં લગભગ 250,000 લોકોને તેમનાં ઘર છોડવાની ફરજ પડી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ "હજુ પણ તેઓ આગને કાબુમાં લેવાથી ઘણા દૂર છે."

ફ્રાન્સ અને સ્પેનમાં ત્રણ લાખથી વધુ લોકો કેટલાય દિવસથી લાગેલી આ આગથી બચવા માટે ભાગી ગયા છે.

ઝડપી પવનો અને ઊંચા તાપમાનને કારણે આગને કાબુમાં લેવાના પ્રયાસોમાં અવરોધ આવે છે.

ફ્રાન્સ અને સ્પેનમાં આગ,  ત્રણ લાખથી વધુ લોકોએ છોડ્યું ઘર, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 24 જુલાઈના રોજ દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સના લાકાનાઉમાં લેક કિનારે મોચિકના દરિયા કિનારે લોકો બીચ પર બેઠા છે, જ્યારે ગિરોન્ડે જંગલની આગમાંથી ધુમાડાના વાદળો આકાશમાં દેખાઈ રહ્યા છે.

સ્પેનમાં, જ્યાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે, હવામાનની સ્થિતિમાં ફેરફારથી મેડ્રિડની બહાર અગ્નિશામક દળોને આંશિક મદદ મળી છે.

સ્પેનિશ પીએમ પેડ્રો સાંચેઝે સ્વીકાર્યું કે "આગળ જટિલ સમય આવશે". દરમિયાન, વેલેન્સિયાના અધિકારીઓએ આગમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરી.

ફ્રાન્સમાં, શનિવારે મોડી રાત્રે વધુ 55,000 લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે ગિરોન્ડે અને લેન્ડેસના દક્ષિણ-પશ્ચિમમાં કુલ અઢી લાખથી વધુ લોકો સ્થળાંતર કરી શક્યા હતા.

ફ્રાન્સ અને સ્પેનમાં આગ,  ત્રણ લાખથી વધુ લોકોએ છોડ્યું ઘર, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રાન્સ અને સ્પેનમાં આગ,  ત્રણ લાખથી વધુ લોકોએ છોડ્યું ઘર, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોચિકના દરિયા કિનારે લોકો બીચ પર છે ત્યારે દૂરથી હવામાં આગનાં દૃશ્યો દેખાઈ રહ્યાં છે.
ફ્રાન્સ અને સ્પેનમાં આગ,  ત્રણ લાખથી વધુ લોકોએ છોડ્યું ઘર, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રાન્સ અને સ્પેનમાં આગ,  ત્રણ લાખથી વધુ લોકોએ છોડ્યું ઘર, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 24 જુલાઈ, 2026 ના રોજ દક્ષિણપશ્ચિમ ફ્રાન્સના લેગે-કેપ-ફેરેટ શહેર નજીક જંગલમાં લાગેલી આગ
ફ્રાન્સ અને સ્પેનમાં આગ,  ત્રણ લાખથી વધુ લોકોએ છોડ્યું ઘર, બીબીસી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સ્થળાંતર કરનારાઓને રાખવા માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યાં છે.
ફ્રાન્સ અને સ્પેનમાં આગ,  ત્રણ લાખથી વધુ લોકોએ છોડ્યું ઘર, બીબીસી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના લેજ-કેપ-ફેરેટમાં અગ્નિશામકો આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે.
ફ્રાન્સ અને સ્પેનમાં આગ,  ત્રણ લાખથી વધુ લોકોએ છોડ્યું ઘર, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રાન્સ અને સ્પેનમાં આગ,  ત્રણ લાખથી વધુ લોકોએ છોડ્યું ઘર, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન